એલસીબીની કાર્યવાહી : પોલીસે 4.70 લાખનો મુદ્દામાલ ઝડપી લીધોમોરબી: મોરબી ક્રાઈમ બ્રાંચે પાનેલી ગામની સીમમાં વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર ત્રાટકીને 14 જુગારીઓને રોકડ અને મોબાઈલ સહિત કુલ રૂ. 4,70,600 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર એલ.સી.બી. મોરબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમને બાતમી મળી હતી કે, પાનેલી ગામની સીમમાં રાતાવીરડા જવાના કાચા રસ્તે ધામણીયા નામની સીમમાં આવેલ પોતાની કબજા ભોગવટાની વાડીની ઓરડીમાં ભરતભાઇ પ્રેમજીભાઇ કંઝારીયા (રહે. પાનેલી) બહારથી માણસો બોલાવી ગંજીપત્તા વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમાડી જુગારનો અખાડો ચલાવે છે. આ ચોક્કસ હકીકતના આધારે પોલીસે પંચો અને સ્ટાફ સાથે રેડ કરતા વાડીની ઓરડીમાંથી તીનપત્તીનો જુગાર રમતા 14 શખ્સો રંગેહાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા કલમ 4, 5 મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.દરોડા દરમિયાન પોલીસે જુગાર રમતા ભરતભાઇ પ્રેમજીભાઇ કંઝારીયા, લખમણભાઇ મેરાભાઇ બતાડા, ગોવિંદભાઇ ભગવાનજીભાઇ ચાવડા, જયેશભાઇ લાલજીભાઇ ચાવડા, રમેશભાઇ ભગવાનજીભાઇ ચાવડા, જગદીશભાઇ ગંગારામભાઇ ચાવડા, પ્રવીણભાઇ તેજાભાઇ ચાવડા, ભુરાભાઇ જામાભાઇ બતાડા, કાનજીભાઇ શીવાભાઇ ચાવડા અને કાંતિલાલ સવજીભાઇ ચાવડા (આ તમામ રહે. પાનેલી, તા.જી. મોરબી) તેમજ રમેશભાઇ મડીયાભાઇ બારીયા (રહે. ગજાનંદ પાર્ક, તા.જી. મોરબી), મયાભાઇ હીરાભાઇ પાંચિયા (રહે. મૂળ ગીડચ, તા.જી. મોરબી), સવજીભાઇ મેપાભાઇ ફીચડીયા (રહે. સરતાનપર, તા. વાંકાનેર, જી. મોરબી) અને રણજીતભાઇ નારણભાઇ ગમારા (રહે. શક્તિનગર, મૂળ ગીડચ, તા.જી. મોરબી) ને ઝડપી પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 2,40,600 અને 17 નંગ મોબાઇલ ફોન જેની કિંમત રૂ. 2,30,000 મળી કુલ રૂ. 4,70,600 નો મુદ્દામાલ તેમજ 52 નંગ ગંજીપત્તાના પાના કબજે કર્યા હતા. આ સફળ કામગીરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એસ.પી. જાડેજા (એલ.સી.બી. મોરબી), પો.સબ.ઇન્સ. બી.ડી. ભટ્ટ (એલ.સી.બી.), અને પો.સબ.ઇન્સ. વી.જી. માલાણી (પેરોલ ફર્લો સ્ક્વોડ) તથા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફના માણસો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #LCBMorbi #MorbiPolice #CrimeBranch #GujaratPolice #GamblingRaid #PaneliVillage