સામાન્ય સભામાં નવી ટિમ જાહેર : નવા હોદેદારો ઉપર અભિનંદનવર્ષામોરબી અપડેટ : મોરબી જિલ્લા N.I.M.A. National Integrated Medical Association)ની સામાન્ય સભા ગત તારીખ 8/8/2026 ના રોજ મળી હતી. આ સભામાં ઉપસ્થિત તમામ સભ્યોના સંપૂર્ણ સહકાર અને સર્વાનુમતે નવી પેનલનું ગઠન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના નવનિયુક્ત પ્રમુખ તરીકે ડો. સંજયકુમાર નિમાવતની નિમણૂક કરવામાં આવી છે.નવી જાહેર થયેલી કમિટીના અન્ય મુખ્ય હોદ્દેદારોમાં ઉપપ્રમુખ તરીકે ડો. બી. કે. લહેરૂ અને મંત્રી તરીકે ડો. મિલનભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત સહમંત્રીની જવાબદારી ડો. પરેશભાઈ ડાભી અને ડો. આસિફભાઈ બાદીને સોંપવામાં આવી છે. સંસ્થાના નાણાકીય કાર્યો માટે ખજાનચી તરીકે ડો. ચિરાગભાઈ વિડજા અને સહ ખજાનચી તરીકે ડો. કૌશિકભાઈ ગોસ્વામી નિયુક્ત થયા છે.આ સાથે સંસ્થાના અન્ય અગત્યના પદો પર લીગલ હેડ તરીકે ડો. પ્રવિણભાઈ બરાસરા અને સર્જીકલ સોસાયટી હેડ તરીકે ડો. મનોજભાઈ ભાડજાની નિમણૂક કરવામાં આવી છે. નવી કમિટીમાં કારોબારી સભ્યો તરીકે ડો. જયેશભાઇ રામાવત, ડો. એસ. જે. પટેલ, ડો. વિશાલભાઈ વિસોડિયા, ડો. વિજયભાઈ અગોલા, ડો. હર્ષભાઈ અંબાસણા, ડો. એઝાઝ શેરસીયા, ડો. મલયભાઈ બરાસરા, ડો. મિલનભાઈ અમૃતિયા, ડો. શીતલબેન પાનેસરા, ડો. અંકિતાબેન ભીમાણી અને ડો. ઉર્વીબેન સુરાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે.સંસ્થાની આ નવી ટીમને યોગ્ય દિશા દર્શાવવા માટે માર્ગદર્શક તરીકે ડો. પરાગભાઈ પારેખ, ડો. કલ્પેશભાઈ ચૌહાણ, ડો. પરિક્ષિતભાઈ જોબનપુત્રા અને ડો. ધર્મેશભાઈ ગામી તેમની સેવાઓ આપશે. તેમ યાદીમાં જણાવાયું છે. #Morbi #MorbiUpdate #NIMA #NIMAMorbi #MedicalAssociation #MorbiDoctors #MorbiNews