'આપણો સંકલ્પ - એક વૃક્ષ ગુરુ કે નામ' અંતર્ગત વિરપરથી રાજપર સુધીના ગ્રામ્ય રૂટ પર રોપા વિતરણ મોરબી અપડેટ: ગુરુદેવ જોગબાપુની 50મી નિર્વાણતિથિ નિમિત્તે મોરબી પંથકને હરિયાળુ બનાવવાના ઉદ્દેશ્ય સાથે જોગ યુવા ગ્રુપ દ્વારા રોપા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગ્રુપ દ્વારા મોરબી પંથકના જુદા-જુદા ગામોમાં વિનામૂલ્યે રોપા વિતરણ કરવામાં આવી રહ્યું છે.આ અભિયાન અંતર્ગત વિરપર, લજાઈ, નસીતપર, મોટા ખીજડીયા, નાના ખીજડીયા, વાઘગઢ, ઘુનડા, નેસડા, ખાનપર, ચાચાપર અને રાજપર સહિતના ગામોમાં ફરીને ગ્રામજનોને રોપાનું વિતરણ કરશે. આ વિશેષ અભિયાન દરમિયાન અંદાજિત 4,000 થી વધુ રોપાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ગુરુપૂર્ણિમાના પાવન અવસર પર પણ આ ગ્રુપ દ્વારા 3,000 જેટલા રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.જોગ યુવા ગ્રુપ દ્વારા લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને ઉછેરવા અપીલ કરવામાં આવી છે. જે કોઈ નાગરિકો કે ગ્રામજનોને રોપાની જરૂર હોય તેઓ ગ્રુપના અગ્રણીઓનો સંપર્ક કરી શકે છે.જોગ યુવા ગ્રુપ થાનગઢ - રોપા વિતરણ માટે સંપર્ક નંબરથાનગઢ વિસ્તાર • વિજયભાઈ દૂધરેજિયા: 9426437180 • સંજયભાઈ અંડોદરીયા: 9825820911 • સંજયભાઈ ઘરોડીયા: 9773155750 • દીપકભાઈ પીપળીયા: 9427669994 • વિપુલભાઈ સવાડીયા: 9722080644 • ધીરૂભાઈ માથડીયા: 9106123342 • રમેશભાઈ વાનેસીયા: 9879471690ઉંચીમંડળ વિસ્તાર • સંજયભાઈ કુંડારીયા: 9925360024 • પ્રફુલભાઈ કુંડારીયા: 9979134851લીલાપર વિસ્તાર • જયેશભાઈ વરસડા: 9825447726 • કિશોરભાઈ દેત્રોજા: 9879034944 • લલિતભાઈ સરઘાકીયા: 8160129380#Morbi #MorbiUpdate #JogYuvaGroup #TreePlantation #GreenMorbi #EnvironmentalAwareness #MorbiNews #GujaratNews