વાંકાનેર : વાંકાનેર શહેરના મિલ પ્લોટ વિસ્તારમાં આવેલ શિવાલય શેલ્ટર હોમમાં રહેતા મૂળ દાહોદના વતની મનીષભાઈ નટવરલાલ તલાટી ઉ.66ને તાવની બીમારી બાદ સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.