હળવદ : હળવદ તાલુજના બુટવડા ગામે રહેતા મૂળજીભાઈ હરજીભાઈ મકવાણા ઉ.48 નામના યુવકને લાંબા સમયથી પગની બીમારી હોય દવા ચાલુ રાખવા છતાં પણ દુઃખાવો નહિ મટતા ગત તા.30 જુલાઈના રોજ ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન તા.31ના રોજ મોરબી ખાતે મૃત્યુ નીપજ્યું હતું.