પીપળી, બેલા અને હોસ્પિટલ ફીડર અંતર્ગત આવતા વિસ્તારોમાં સવારે 8 થી બપોરના 4 વાગ્યા સુધી રહેશે પાવરકટમોરબી અપડેટ : મોરબીમાં PGVCL દ્વારા આવતીકાલે તારીખ 09 ઓગસ્ટ 2026 ને રવિવારના રોજ ભૂગર્ભ ગટરની કામગીરીમાં નડતરરૂપ પોલ શિફ્ટિંગ, નવા કનેક્શન માટે નવા ટ્રાન્સફોર્મર બેસાડવાની તેમજ ફીડર મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેને લઈને મોરબી શહેર અને વિવિધ વિસ્તારોમાં નિર્ધારિત સમય દરમિયાન વીજ પુરવઠો બંધ રહેશે.1. મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ • સમય: સવારે 08:00 થી બપોરના 04:00 વાગ્યા સુધી • ફીડર: પીપળી જેજીવાય ફીડર તથા બેલા એજી ફીડર • અસરગ્રસ્ત વિસ્તારો: પોલ શિફ્ટિંગની કામગીરીને પગલે તુલસી પાર્ક, સાનિધ્ય પાર્ક, મિલી પાર્ક, ધર્મમંગલ સોસાયટી, સીએનજી પંપ, સિદ્ધિ વિનાયક પાર્ક, મહેન્દ્રનગર ચોકડી આજુબાજુના કોમર્શિયલ કનેક્શન, ક્રાંતિ જ્યોત પાર્ક, પ્રભુ કૃપા ટાઉનશીપ, મહેન્દ્રનગર જુના ગામ, નીલકંઠ પાર્ક, પ્રભુ કૃપા રેસીડેન્સી, હરિગુણ રેસીડેન્સી વગેરે વિસ્તાર. ઉપરોક્ત ફીડરમાં આવતા તમામ વાણિજ્ય તેમજ ઔદ્યોગિક (HT) વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.2. મોરબી શહેર-3 પેટા વિભાગ • સમય: સવારે 08:00 થી બપોરના 04:00 વાગ્યા સુધી • ફીડર: 11 કે.વી. હોસ્પિટલ ફીડર • અસરગ્રસ્ત વિસ્તારો: મેન્ટેનન્સ અને નવા ટ્રાન્સફોર્મરની કામગીરીને પગલે વાવડી રોડ પરના વિસ્તાર જેવા કે રવિ પાર્ક, લોમજીવન, ભારતપરા, ભગવતીપરા, ખ્વાજા પેલેસ, ગણેશનગર, મીરા પાર્ક, મિલન પાર્ક, જનકનગર, સ્વાતી, રામ, નીરવ પાર્ક વગેરે તથા જોન્સ નગર, સાવસર પ્લોટ, અયોધ્યાપુરી રોડ, રામ ચોક, સિવિલ હોસ્પિટલ, જૂના બસ સ્ટેન્ડ વાળો સરદાર રોડ, ટાઉન હોલ, તખ્તસિંહજી રોડ, શિવમ, સંજય, ત્રિમૂર્તિ સોસાયટી, નગર દરવાજા આસપાસના શોપિંગ સેન્ટરો, સાવસર પ્લોટ આસપાસની તમામ હોસ્પિટલો વગેરે વિસ્તાર. આ ફીડરમાં આવતા તમામ વીજ ગ્રાહકોનો પાવર સપ્લાય બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.#Morbi #MorbiUpdate #PGVCL #PowerCut #Maintenance #MorbiNews #GujaratNews