રવાપર રોડ પર વિશ્વકર્મા સોસાયટી ખાતે સાંજે 4 થી 7:30 વાગ્યા સુધી યોજાશે કેમ્પમોરબી અપડેટ : મોરબીમાં પુષ્પ નક્ષત્ર નિમિત્તે આગામી તારીખ 11 ઓગસ્ટ, 2026 ને મંગળવારના રોજ બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે નિઃશુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ વિશ્વકર્મા સોસાયટી, નીલકંઠ સ્કૂલ સામે, હનુમાનજી મંદિર, રવાપર રોડ, મોરબી ખાતે યોજાશે. સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી યોજાનાર આ કેમ્પમાં 0 થી 15 વર્ષ સુધીના તમામ બાળકોને સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવામાં આવશે. બાળકોની સ્કૂલના સમયને ધ્યાનમાં રાખીને આ વખતે કેમ્પના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ આ કેમ્પ તા. 11 ઓગસ્ટ, 2026 ને મંગળવારના રોજ સાંજે 4:00 વાગ્યાથી 7:30 વાગ્યા સુધી યોજાશે. મોરબીની તમામ સોસાયટીઓના વાલીઓને પોતાના બાળકો માટે લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. મોરબીમાં યોજાતા આ કેમ્પમાં અંદાજિત 150 જેટલા બાળકો લાભ લે છે. આ કેમ્પને સફળ બનાવવા માટે ઉમિયા સિનિયર સિટીઝન ક્લબ મોરબીના સભ્યો દ્વારા નિઃશુલ્ક સેવા આપવામાં આવશે. વધુ માહિતી માટે મોબાઈલ નંબર 9427213999 પર સંપર્ક કરવા જણાવાયું છે.#Morbi #MorbiUpdate #Suvarnaprashan #PushyaNakshatra #RawaparRoad #ChildrenHealth #MorbiNews #GujaratNews