ભારતીય કિસાન યુનિયનના નેતાઓ રાકેશ ટીકૈત અને રઘુવીરસિંહ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમોરબી અપડેટ : મોરબી જિલ્લા ખેડૂત એકતા સમિતિ દ્વારા આજે રવાપર ખાતે એક મોટી ખેડૂત મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાસભામાં ભાગ લેવા માટે ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય નેતાઓ રાકેશ ટીકૈત અને રઘુવીરસિંહ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા છે.રવાપર ખાતે આયોજિત આ કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે. રાકેશ ટીકૈત, રઘુવીરસિંહ ચૌધરી અને મંચ પર બિરાજમાન અન્ય મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખેડૂત મહાસભાનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો છે. ખેડૂતોના હિત અને પ્રશ્નોની ચર્ચા માટે યોજાયેલી આ સભામાં મોરબી ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ ખેડૂત પ્રતિનિધિઓ હાજર રહ્યા છે. કાર્યક્રમમાં જેતપર અને પડધરીના કિસાન આગેવાનો પણ વિશેષ ઉપસ્થિત છે. કોંગ્રેસના પ્રમુખ નયન પટેલ અને આપના પંકજ રાણસરીયા સહિતનાની પણ ઉપસ્થિતિ છે. ખેડૂતો મોટી સંખ્યામાં આ મહાસભામાં જોડાયા છે.#MorbiUpdate #Morbi #MorbiNews #KhedutMahasabha #RakeshTikait #BharatiyaKisanUnion #Farmers #Ravapar #KhedutEktaSamiti #GujaratNews