પોલીસે રૂ.2 લાખનું વાહન કબ્જે કરી પશુ પ્રત્યે ક્રુરતા અધિનિયમ અન્વયે ગુન્હો નોંધ્યોમોરબી : મોરબી - હળવદ હાઇવે પર અણીયારી ચોકડી નજીકથી ગૌસેવકોએ કચ્છથી અમદાવાદ તરફ વાહનમાં ક્રુરતાપૂર્વક પશુઓને બાંધી કતલખાને લઈ જઈ રહેલા અમદાવાદના બે આરોપીઓ વિરુદ્ધ પશુ પ્રત્યે ક્રુરતા આચરવા સબબ ગુન્હો નોંધી રૂ.2 લાખની કિંમતનું વાહન કબ્જે કર્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ ગૌસેવકો દ્વારા મોરબી - અમદાવાદ હાઈવે પર અણીયારી ચોકડી નજીકથી જીજે - 06-ZZ-2533 નંબરના વાહનમાં કચ્છ તરફથી જીવિત ભેંસ - પાડા નંગ 10 ભરી કતલખાને ધકેલી રહેલા આરોપી અકબરભાઇ આમદભાઇ સૈયદ રહે.જુહાપુરા વેજલપુર અપના નગર, અલમદીના મસ્જીદની બાજુમાં, અમદાવાદ અને આરોપી ઇમતીયાઝભાઇ અજીજભાઇ મેમણ રહે.દાણીલીમડા, ચાર માળીયા ગરીબ યોજના,બેરામપુરા અમદાવાદ વાળાઓને ઝડપી લઈ 10 અબોલ જીવને મુક્ત કરાવી ફરિયાદી વૈભવભાઇ જીતેશભાઇ જાલરીયા, રહે.પીપળી ગામ, મારૂતીનગર સોસાયટી વાળાની ફરિયાદના આધારે પશુ પ્રત્યે ક્રુરતા આચરવા સબબ ગુન્હો નોંધી રૂ.2 લાખનું વાહન કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.