મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના સહિતની યોજના અંતર્ગત રૂ.5540 લાખની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી મોરબી : મોરબી જિલ્લામાં તાજેતરમાં દસ ઈંચ જેટલો ભારે વરસાદ વરસ્યા બાદ સમગ્ર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારને જોડતા 46 માર્ગો બંધ થઇ જતા આ ઘટનામાંથી બોધપાઠ મેળવી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માળખાગત વિકાસને વધુ સુદ્રઢ બનાવવા માટે વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના સહિતની અન્ય યોજના અન્વયે જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના કુલ ૪૨ જેટલા માર્ગોના નાલા અને પુલના કામોને મંજૂરી આપવામાં આવી છે. આ તમામ ૪૨ કામો માટે જિલ્લાના ચાર ધારાસભ્યોએ રજુઆત કરતા કુલ ૫૫૪૦.૦૦ લાખની ગ્રાન્ટ ફાળવવામાં પણ કરી દેવામાં આવી છે. તાજેતરમાં મોરબી જિલ્લામાં પાંચથી દસ ઈંચ સુધી ભારે વરસાદ વરસતા શહેર તેમજ જિલ્લામાં પાણી-પાણીની સ્થિતિ વચ્ચે સમગ્ર જિલ્લામાં કુલ 46 માર્ગો બંધ થઇ ગયા હતા. જેમાં મોરબી-ઘરમપુર-સાદુળકા રોડ, હળવદ-વેગડવાવ-રણમલપુર રોડ, અંદેરણા-વાંકાનેર રોડ, માળીયા એપ્રોચ રોડ, ખાખરેચી-વેણાસર રોડ, મેઘપર-પાંડાતીર્થ રોડ, બગથળા-પીપળીયા રોડ, કુંતાસી-હજનાળી રોડ સહિતના રસ્તાઓ પર કોઝ વે પરથી પાણી ઓવર ટોપિંગ થવાના કારણે વાહનવ્યવહાર અટકાવી દેવાયો હતો.જો કે, આગામી વર્ષે આવી સ્થિતિ ન સર્જાય તે માટે તંત્ર અત્યારથી જાગ્યું છે અને અલગ -અલગ 42 માર્ગોની ઓળખ કરી નાલા -પુલીયા બનાવવા માટે રૂ.૫૫૪૦.૦૦ લાખની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી હોવાનું માર્ગ અને મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઇજનેર દિવ્યેશ બાવરવાએ જણાવ્યું હતું.મોરબી-ટંકારા તાલુકામાં ક્યાં -ક્યાં પુલ બનશે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખાનપર કોયલી રોડ અને લખધીરનગર થી અદેપર રોડ, મોરબી લીલાપર પર આવેલ માઇનોર બ્રીજ, સ્ટેટ હાઇવેથી ખેવારીયા માનસર રોડ અને નેસડા (સુ) થી દેવળિયા રોડ, કાંતિપુર બગથળા રોડ, રવાપર (નદી) થી સાદુળકા રોડ અને સ્ટેટ હાઇવેથી નેસડા (સુ) રોડ, પીપળીયા એપ્રોચ રોડ, વીરપરડા એપ્રોચ રોડ, ખેવારીયા ગામે ૧૦૦ ચો. વાર પ્લોટમાં જવા માટેનું નાળું. હળવદ તાલુકામાં થનારા પુલના કામ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ હળવદ વેગડવાવ રણમલપુર રોડ અને વેગડવાવ ઈશનપુર રોડ,ઘનશ્યામપુર કોયબા ઢવાણા રોડ અને ઢવાણા જીવા રોડ, કોયબા હરીપર રોડ અને હરીપર કોયબા રોડ, ધૂળકોટ ઘાટીલા રોડના કામ સૂચવવામાં આવ્યા છે.માળીયા મિયાણા તાલુકામાં થનારા નાલા -પુલિયાના કામ માળીયા મિયાણા તાલુકામાં ધારાસભ્ય અને રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ સ્ટેટ હાઇવેથી નાના દહીંસરા વીરપરડા રોડ, રાસંગપર-મેઘપર -દેરાળા -મહેન્દ્રગઢ રોડ, ખીરસરાથી બોડકી રોડ અને સ્ટેટ હાઇવેથી ખીરસરા એપ્રોચ રોડ, માણાબા સુલતાનપુર ચીખલી રોડ,ખાખરેચી વેણાસર રોડના કામ સુચાવવાં આવ્યા છે.વાંકાનેર તાલુકામાં કોઝવે પર પુલ બનાવવા મંજુર થયેલા કામ વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા મહત્વના માર્ગો પર નવા નાલા -પુલીયા બનાવવા માટે તંત્રને સૂચના કરાયું છે જેમાં વાંકાનેર સરધારકા રોડ અને મહિકા હોલમઢ રોડ, ગારીડા સમઢીયાળા- ગુંદાખડા સતાપર રોડ, સ્ટેટ હાઇવેથી દલડી -કાશીપર રોડ અને પંચાસરથી વઘાસીયા રોડ, લીબાડા એપ્રોચ રોડ સહિતના રસ્તાઓના કામ સૂચવવામાં આવ્યા છે.