ભવાની બેકરી સુધીનો માર્ગ શરૂ થતા મોરબીવાસીઓને ટ્રાફિક સમસ્યામાંથી રાહતમોરબી અપડેટ: મોરબીના ગાંધી ચોકથી પોલીસ ચોકી સુધીનો રસ્તો બનાવવા માટે ભવાની બેકરી સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. જેના કારણે આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ રસ્તો બની જતાં આજથી વાહનચાલકો માટે ખુલ્લો મુકાયો છે.આ ઉપરાંત, વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે શાક માર્કેટથી ગાંધી ચોક સુધીનો રસ્તો વન વે કરવાની ફરજ પડી હતી. આ કારણે સવારથી સાંજ સુધી સતત ટ્રાફિકની સમસ્યા રહેતી હતી અને નાગરિકો પરેશાન થતા હતા. ત્યારે આ રસ્તા નું કામ સફળતાપૂર્વક પૂરું થતાં મોડી રાતથી રસ્તો વાહનચાલકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ રસ્તો શરૂ થવાથી દૈનિક આવનજવર કરતા લોકોને ટ્રાફીકમાંથી મોટી રાહત મળી છે.#Morbi #MorbiNews #GandhiChowk #TrafficRelief #MorbiUpdates #RoadOpen