રાત્રિના સમયે અંધકાર અને ખરાબ રસ્તાના લીધે અકસ્માતનો ભયમોરબી અપડેટ: મોરબીના ભક્તિનગર સર્કલથી દલવાડી સર્કલ સુધીના મુખ્ય માર્ગ પર તમામ સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં જોવા મળી રહી છે, જેના કારણે રાત્રિના સમયે આ સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાયેલો રહે છે.માત્ર અંધારું જ નહીં, પરંતુ આ જ માર્ગ પર મોટા પ્રમાણમાં ખાડાઓ પણ પડી ગયા છે. રાત્રે સ્ટ્રીટ લાઇટ બંધ હોવાને કારણે વાહનચાલકોને માર્ગ પરના ખાડાઓ સ્પષ્ટ દેખાતા નથી, જેના કારણે અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે આ માર્ગ પરની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા અને રસ્તાના ખાડાઓનું સમારકામ કરવા માંગ કરવામાં આવી છે. #Morbi #MorbiUpdate #BhaktinagarCircle #DalwadiCircle #StreetLightIssue #BadRoads #MorbiNews #GujaratNews