મેન્ટેનન્સ, નવા કનેક્શન અને રોડ વાઈડનિંગની કામગીરીને લઈને પાવરકટ રહેશેમોરબી અપડેટ: મોરબી PGVCL ના શનાળા ઔદ્યોગિક પેટા વિભાગ દ્વારા આવતીકાલે તારીખ 08 ઓગસ્ટ 2026 ના રોજ વિવિધ વિસ્તારોમાં મેન્ટેનન્સ, નવા કનેક્શન તેમજ રોડ વાઈડનિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેને લઈને જુદા-જુદા વિસ્તારોમાં નિર્ધારિત સમય દરમિયાન વીજ પુરવઠો બંધ રહેશે.1. રવાપર એસ.એસ.થી નીકળતા સરદાર તેમજ તીર્થ અર્બન ફીડર• સમય: સવારે 08:30 થી 11:30 વાગ્યા સુધી• અસરગ્રસ્ત વિસ્તારો: નવા કનેક્શન અને મેન્ટેનન્સ કામગીરી અર્થે સરદાર બંગલો, પર્લ એવેન્યૂ સોસાયટી, ધર્મ ભક્તિ નગર, ભૂમિ ભક્તિ સોસાયટી, ધાયડી વિસ્તાર, રંગ ધરતી પાર્ક, ક્રિષ્ના સ્કૂલની આસપાસનો વિસ્તાર, વૈદેહી પ્લાઝા, ગોલ્ડન માર્કેટ સામેનો વિસ્તાર, બોની પાર્ક, રાજા પાણી વાળા રસ્તાની આસપાસનો વિસ્તાર, કેપિટલ માર્કેટ તથા તેની સામેનો વિસ્તાર. ઉપરોક્ત ફીડરમાં આવતા તમામ રહેણાંક તેમજ વાણિજ્ય વીજજોડાણોમાં આ સમય દરમિયાન વીજ પુરવઠો બંધ રહેશે.2. રવાપર એસ.એસ.થી નીકળતા એસ.પી. રોડ ફીડર • સમય: સવારે 08:00 થી બપોરે 14:30 વાગ્યા સુધી• અસરગ્રસ્ત વિસ્તારો: રોડ વાઈડનિંગની કામગીરી અર્થે ઇડન હિલ્સ, એસ.એમ. વોટર પાર્ક, એસ.પી. રોડ પર આવેલા તમામ સ્પોર્ટ્સ ક્લબ, આઇકોન રેસિડેન્સી, ફ્લોરા 17, ઇડન ગાર્ડન, કસ્તૂરી ગ્રીન્સ, ધ વન અપ સોસાયટી, એસ.પી. આર્કેડ તથા એસ.પી. રોડ પર આવતા દરેક વિસ્તારો. ઉપરોક્ત ફીડરમાં આવતા તમામ રહેણાંક તેમજ વાણિજ્ય વીજજોડાણોમાં આ સમય દરમિયાન વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.#Morbi #MorbiUpdate #PGVCL #PowerCut #Shanalal #Maintenance #RoadWidening #MorbiNews #GujaratNews