વાવડી રોડ પર વિવિધ સ્થળોએ યોજાયેલા કેમ્પમાં વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નિદાન અને દવા વિતરણ: અગ્રણીઓ અને શાળા પરિવારનો રહ્યો સહયોગમોરબી અપડેટ : મોરબીમાં તારીખ 05/08/2026 ના રોજ ડો. હસ્તલેખા મહેતા (હસ્તીબેન) દ્વારા વિદ્યાર્થીઓ માટે નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞ અંતર્ગત વાવડી રોડ વિસ્તારમાં જુદા-જુદા સ્થળોએ કેમ્પ યોજવામાં આવ્યા હતા.જેમાં કેમ્પ નંબર 236 અર્ચિતા નયનાબેન હેમંતભાઈ રિંડાના સૌજન્યથી સુમતિનાથ નગર, વાવડી રોડ ખાતે યોજાયો હતો. જ્યારે કેમ્પ નંબર 237 અને 238 માતુશ્રી ચારુમતીબેન પ્રસન્નકુમાર જાની તેમજ વિધાબેન મહેતા (રાષ્ટ્રીય પ્રાથમિક શાળા મોરબી) ના સૌજન્યથી ખારીવાડી પ્રાથમિક શાળા, વાવડી રોડ ખાતે યોજવામાં આવ્યા હતા.આ કેમ્પમાં શાળાઓમાં અભ્યાસ કરતા 250 થી પણ વધુ બાળકોના સ્વાસ્થ્યનું નિદાન કરવામાં આવ્યું હતું અને જરૂરિયાત મુજબ ત્રણ દિવસની દવા આપવામાં આવી હતી. આ કાર્યને સફળ બનાવવા માટે શાળાના પ્રિન્સિપાલ અશ્વિનભાઈ કૈલા તથા સ્ટાફનો ખૂબ સરસ સહકાર સાંપડ્યો હતો.કેમ્પને સફળ બનાવવા માટે વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર અને મોરબી મહાનગરપાલિકાના બાંધકામ વિભાગના વાઇસ ચેરમેન વીણાબેન માવજીભાઈ કંઝારીયા તેમજ માવજીભાઈ કંઝારીયા દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. તેમજ કેમ્પ સહાયક તરીકે રશ્મિનભાઈ દેસાઈ અને દર્શનબેન ત્રિવેદીએ સેવા આપી હતી.#Morbi #MorbiUpdate #HealthCamp #MedicalCamp #VavdiRoad #MorbiNews #GujaratNews