રવિવારના રોજ સમરસ વિદ્યાર્થી ભવન ખાતે કેમ્પ યોજાશે: રક્તદાન કરી સ્વર્ગસ્થને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સમાજને અપીલમોરબી અપડેટ : સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટના સમર્પિત ટ્રસ્ટી સ્વ. રમેશભાઈ ગાંડુભાઈ અજાણાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે આગામી 9 ઓગસ્ટ ને રવિવારના રોજ સવારે 9 થી બપોરે 2 કલાક દરમિયાન સમરસ વિદ્યાર્થી ભવન, રવાપર - લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવાકીય કાર્યક્રમ સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટ-મોરબી તથા સિવિલ હોસ્પિટલ - મોરબીના સંયુક્ત ઉપક્રમે યોજાવા જઈ રહ્યો છે.સ્વ. રમેશભાઈ ગાંડુભાઈ અજાણા આ ટ્રસ્ટના એક સમર્પિત ટ્રસ્ટી તરીકે સમાજની સેવા અને વિકાસ માટે હંમેશા કાર્યરત રહ્યા હતા. તેમની પ્રથમ માસિક પુણ્યતિથિએ તેમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુથી આ કેમ્પનું આયોજન કરાયું છે.આયોજક સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટ દ્વારા સમાજના દરેક આગેવાનો, યુવાનો અને બહેનોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ વધારે સંખ્યામાં રક્તદાન કરીને આ પુણ્ય કાર્યમાં જોડાય અને સ્વ. રમેશભાઈને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરે.#Morbi #MorbiUpdate #BloodDonation #BloodDonationCamp #RabariSamaj #MorbiNews #SamrasTrust #SocialWork #Tribute