તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં વિજેતા બનેલા જયદીપભાઈ મહેતા, કેયૂરભાઈ પંડ્યા અને મમતાબેન ઠાકરને પુષ્પગુચ્છ અને ભગવાન પરશુરામની મૂર્તિ અર્પણ કરી શુભકામનાઓ પાઠવવામાં આવીમોરબી અપડેટ: મોરબી મહાનગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં બ્રહ્મ સમાજનું ગૌરવ વધારીને કોર્પોરેટર તરીકે ભવ્ય વિજય મેળવનાર જયદીપભાઈ મહેતા (ચેરમેન - રોશની સમિતિ), કેયૂરભાઈ પંડ્યા (વાઇસ ચેરમેન - ટાઉન પ્લાનિંગ સમિતિ) અને મમતાબેન ઠાકર (વાઇસ ચેરમેન - માધ્યમિક અને આનુષંગિક શિક્ષણ સમિતિ)ની ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. આ નિમણૂકથી સમગ્ર બ્રહ્મ સમાજ અને મોરબી શહેરમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ છે.આ નિમણૂકને વધાવતાં પરશુરામ યુવા ગ્રુપ - મોરબીના હોદ્દેદારો અને સભ્યો દ્વારા નવનિયુક્ત ચેરમેન તેમજ વાઇસ ચેરમેનના નિવાસસ્થાને રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં તેમનું મોં મીઠું કરાવી, પુષ્પગુચ્છ અને ભગવાન પરશુરામની મૂર્તિ અર્પણ કરી ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું અને નવી જવાબદારી બદલ હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.આ શુભેચ્છા મુલાકાત દરમિયાન પરશુરામ યુવા ગ્રુપના સભ્યોએ આશા વ્યક્ત કરી હતી કે, મોરબી કોર્પોરેશનમાં મળેલ આ વિશેષ જવાબદારીથી તેઓ મોરબીના તમામ નાગરિકો અને લોકકલ્યાણના કાર્યો માટે સદાય તત્પર રહેશે અને તેમના માધ્યમથી વધુમાં વધુ લોકોને મદદરૂપ થઈ શકાય તેવા પ્રજાલક્ષી કાર્યો થશે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiCorporation #ParshuramYuvaGroup #BrahmSamaj #LocalNews