જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને સર્વોપરી સ્કૂલના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરાયા: આરટીઓ, પોલીસ અને એસઓજીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યામોરબી અપડેટ : મોરબી ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને મહેન્દ્રનગર સ્થિત સર્વોપરી સ્કૂલના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં નશાકારક પદાર્થોની ગંભીર અસરો અને માર્ગ સલામતી અંગે જાગૃતિ કેળવવાના હેતુથી એક વિશેષ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સેમિનારમાં આરટીઓ ઇન્સ્પેક્ટર એન. ટી. મેવાડા, પીઆઈ સોમૈયા તેમજ હસમુખભાઈ ચાવડા દ્વારા વિદ્યાર્થીઓને માર્ગ સલામતી, ટ્રાફિકના વિવિધ નિયમો, વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટબેલ્ટના ઉપયોગનું મહત્વ તેમજ માર્ગ અકસ્માતોથી બચવાના ઉપાયો અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.આ ઉપરાંત, એસઓજી મોરબીના હિમાંશુ બી. મકવાણા દ્વારા નશાકારક પદાર્થોથી થતા શારીરિક, માનસિક અને સામાજિક દુષ્પરિણામો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને નશાની કુટેવોથી દૂર રહીને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના એઈઆઈ દીપલબેન મકવાણાના માર્ગદર્શન હેઠળ સર્વોપરી સ્કૂલ, મહેન્દ્રનગર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સેમિનાર દ્વારા વિદ્યાર્થીઓમાં નશામુક્ત જીવન જીવવા અને માર્ગ સલામતીના નિયમોનું અક્ષરશઃ પાલન કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી રાજેશભાઈ વડગાસિયા અને જલ્પેશભાઈ રાજપરા દ્વારા માર્ગદર્શન આપવા બદલ ઉપસ્થિત તમામ અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.#Morbi #MorbiUpdate #SarvopariSchool #Mahendranagar #RoadSafety #DrugAwareness #MorbiRTO #MorbiPolice #SOGMorbi #MorbiNews