વાંકાનેરના આરોપીને ચોટીલાના મોટી મોલડી ગામેથી પકડી મોરબી તાલુકા પોલીસને સોંપવામાં આવ્યોમોરબી અપડેટ : મોરબી જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તેમજ પોલીસ અધિક્ષક મોરબીની સૂચના અન્વયે મોરબી એસ.ઓ.જી. (SOG) ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. ના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી.એસ.ઓ.જી. સ્ટાફને મળેલી બાતમીના આધારે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુજરાત પશુ ક્રૂરતા અધિનિયમ 1960 ની કલમ 11 (1) (ડી) (ઈ) (એફ) (એસ) તથા પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ કલમ 5, 6, 8, 9, 10 મુજબના કામે છેલ્લા 1 વર્ષથી નાસ્તો ફરતો આરોપી વિજય ઉર્ફે ગાંડો રધાભાઈ સિંધવ (ઉંમર 21, રહે. અલંકાર હોટલ પાછળ, વાંકાનેર) હાલ ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામે છુપાયેલો હોવાની માહિતી મળી હતી.આ હકીકતના આધારે એસ.ઓ.જી. ટીમે મોટી મોલડી ગામે હકાબાપાની તલાવડી પાસે, ઝુંપડામાં દરોડો પાડીને આરોપી વિજય ઉર્ફે ગાંડાને પકડી પાડ્યો હતો. પકડાયેલા આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #MorbiPolice #SOGMorbi #CrimeNews #Wankaner #Chotila #AnimalCrueltyAct #Arrest