ખેડૂત સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા, લડતમાં એકતાનો અપાયો સંદેશમોરબી અપડેટ : મોરબીના આંદરણા અને ખરેડા ગામે ખેડૂતોની એક મહત્વપૂર્ણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને વીજલાઈનના પ્રશ્ને ચાલી રહેલી લડત માટે એકતા દર્શાવી હતી.નવા ઠરાવના વિરોધમાં અને ખાનગી વીજ કંપનીની નીતિઓ સામે ચાલી રહેલા જેતપર આંદોલનને આંદરણા ગામના ખેડૂતોએ મજબૂત અને જાહેર સમર્થન પૂરું પાડ્યું છે. આ ખેડૂત સભામાં જેતપર આંદોલન સમિતિના સભ્યો ખાસ હાજર રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં ગ્રામજનોએ આંદોલનને સફળ બનાવવા માટે સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી. મોટી સંખ્યામાં એકત્ર થયેલા ખેડૂતોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ખેડૂતોના હિત માટે તેઓ જેતપર આંદોલનની સાથે ખભેખભો મિલાવીને ઊભા છે. #Morbi #MorbiUpdate #MorbiNews #Andarna #FarmersProtest #JetparAndolan #KhedutSabha #GujaratFarmers #KhedutEkta