મોરબી અપડેટ : મોરબી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા ટંકારા પોલીસ સ્ટેશનના દારૂના અલગ-અલગ ગુનાઓમાં છેલ્લા ચારેક માસથી નાસતા ફરતા આરોપીને ટંકારા પોલીસની ટીમે ઝડપી લેવામાં સફળતા મેળવી છે. અગાઉ ટંકારા તાલુકાના નેકનામ-પડધરી રોડ ઉપરથી બંધ બોડીની ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. આ ઉપરાંત મોરબી શહેરના તુલસીપાર્ક નજીક અલગ-અલગ 3 વાહનોમાંથી પણ વિદેશી દારૂનો જથ્થો પકડાયો હતો. આ બંને ગુનાઓમાં છેલ્લા 4 મહિનાથી આરોપી નાસતો ફરતો હતો. ટંકારા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે વોન્ટેડ આરોપી મેઘજીભાઇ ઉર્ફે મેઘરાજ વિરમભાઇ સાટકા (ઉ.વ. 27, રહે. ગઢડા (નાગબાઇ), તા. પડધરી, જી. રાજકોટ) ને ઝડપી પાડવામાં આવ્યો છે. આ આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં સી પાર્ટ ગુ.ર.નં. 0286/2026 પ્રોહિબિશન કલમ 65(એ)(ઇ), 116(બી), 81 તથા મોરબી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સી પાર્ટ ગુ.ર.નં. 613/2026 પ્રોહિબિશન કલમ 65(એ)(ઇ), 116(બી), 81 મુજબ ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે આરોપીની અટકાયત કરી તેના રિમાન્ડ મેળવવા સહિતની આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ટંકારા પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.એન.કણજરીયા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.#MorbiNews #MorbiUpdate #TankaraPolice #MorbiPolice #CrimeNews #GujaratPolice #ProhibitionCase