ખેડૂતોના પડતર પ્રશ્નો મુદ્દે રવાપર રોડ પર કેપિટલ માર્કેટ ચોકમાં યોજાશે મહાસભા; વળતર અને વીજ લાઇનના પ્રશ્નો અંગે કરાશે રજૂઆતમોરબી અપડેટ: મોરબીમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નો, ખાસ કરીને વીજ લાઇન અને જમીનના યોગ્ય વળતર મુદ્દે આગામી 8 ઓગસ્ટના રોજ સાંજે 8 વાગ્યે રવાપર રોડ પર આવેલા કેપિટલ માર્કેટના ચોકમાં એક વિશાળ ખેડૂત મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં દેશના જાણીતા રાષ્ટ્રીય કિસાન નેતા રાકેશ ટિકૈત ખાસ હાજર રહેશે અને ખેડૂતોને સંબોધન કરશે.રાકેશ ટિકૈતનો મોરબીનો સંપૂર્ણ કાર્યક્રમરાકેશ ટિકૈત બરોડાથી સીધા મોરબી આવવાના છે. તેઓ સાંજે 4 થી 5 વાગ્યાની આસપાસ મોરબી પહોંચશે. ત્યારબાદ સાંજે 6 વાગ્યે જેતપર ગુજરાત છાવણી ખાતે આંદોલન કરી રહેલા ખેડૂતોની મુલાકાત લેશે અને તેમની વેદના તેમજ પીડા સાંભળશે. ત્યારબાદ રાત્રે 8 વાગ્યે રવાપર રોડ પર મુખ્ય જાહેર સભા યોજાશે.રાષ્ટ્રીય અને સ્થાનિક કિસાન નેતાઓ રહેશે ઉપસ્થિતઆ મહાસભામાં રાકેશ ટિકૈતની સાથે ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય મહાસચિવ યદુવીર સિંહ અને રાજસ્થાનના ખેડૂત નેતા હિંમતસિંહ ગુર્જર પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય ખેડૂત આગેવાનો જેવા કે રાજકોટથી રાજભા ઝાલા, હરીપરથી મુનાભાઈ સરપંચ અને ધ્રાંગધ્રાના કિસાન આગેવાન જે.કે.પટેલ પણ આ સભામાં જોડાશે.4 ગણા વળતરની માંગ સાથે આંદોલનમનોજ પનારાના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો પરિપત્ર ખેડૂતોને મંજૂર નથી. દેશના કાયદા મુજબ જમીનની કિંમતનું 4 ગણું વળતર ગુજરાતના ખેડૂતોને પણ મળવું જોઈએ તે મુખ્ય માંગ છે. આ ન્યાયિક લડાઈના સમર્થનમાં આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં મોરબી જિલ્લાના તમામ ખેડૂત પરિવારો, મહિલાઓ, વડીલો અને યુવાનો (Gen Z) મોટી સંખ્યામાં હાજર રહેશે.મંજૂરી નહીં મળે તો પણ સભા યોજાશેખેડૂત સભા માટે તંત્ર પાસે મંજૂરી માંગવામાં આવી છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા કલેક્ટર કક્ષાએથી જાહેરનામું બહાર પાડી કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. ખેડૂત આગેવાનોએ તંત્રને અપીલ કરી છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે સભા યોજી શકે તે માટે સહયોગ આપે. જો તંત્ર દ્વારા મંજૂરી આપવામાં નહીં આવે, તો પણ ખેડૂતો પોતાના બંધારણીય અધિકાર મુજબ મંજૂરી વગર પણ સભા યોજશે તેવું મનોજ પનારા પાસેથી જાણવા મળી રહ્યું છે.#Morbi #MorbiUpdate #FarmersProtest #RakeshTikait #KisanAndolan #MorbiNews #GujaratFarmers #MahaSammelan #LiveMorbi #BreakingNews