ખેતી અને આરોગ્યને થતા નુકસાનના વિરોધમાં ખેડૂતો અને સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો: માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગીમોરબી અપડેટ : મોરબીના રંગપર વિસ્તારમાં આવેલી સિરામિક ફેક્ટરીઓમાંથી ફેલાતા ઝેરી ધુમાડા અને પ્રદૂષણથી કંટાળીને આજે સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સિરામિક એકમોના સતત પ્રદૂષણને કારણે લોકોના આરોગ્ય અને આસપાસની ખેતીના પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું હોવાની લાંબા સમયથી વ્યાપક ફરિયાદો ઉઠી રહી હતી.વારંવારની રજૂઆતો છતાં તંત્ર કે ફેક્ટરી સંચાલકો દ્વારા કોઈ જ નક્કર પગલાં ન લેવાતા અંતે લોકોની ધીરજનો અંત આવ્યો હતો. આજે મોટી સંખ્યામાં એકઠા થયેલા રંગપરના ગ્રામજનો અને ખેડૂતોએ જેતપર રોડ પર ઉતરી આવીને માર્ગ સંપૂર્ણપણે બંધ કરી દીધો હતો.માર્ગ પર ચક્કાજામ કરી દેવાતા જેતપર રોડ પર ટ્રાફિક વ્યવહાર ખોરવાયો હતો અને રસ્તાની બંને બાજુએ સિરામિક ટ્રાન્સપોર્ટેશનના ટ્રકો સહિતના અન્ય વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. વિરોધ કરી રહેલા લોકોની સ્પષ્ટ માંગ છે કે પ્રદૂષણ ફેલાવતી આ ફેક્ટરીઓ સામે તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી કરવામાં આવે અને આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે.#Morbi #MorbiUpdate #Rangpar #CeramicPollution #FarmersProtest #JetparRoad #ChakkaJam #GujaratNews #MorbiNews