આધુનિક ટેકનોલોજી અને હ્યુમન સોર્સની મદદથી મોરબી તાલુકા પોલીસે ગુમ થનાર અને અપહરણના કેસો ઉકેલી કાઢ્યામોરબી અપડેટ : મોરબી જિલ્લામાં ગુમ થઈ ગયેલા અથવા અપહરણ થયેલા બાળકો, સગીરો, મહિલાઓ અને પુરુષોને શોધીને તેમના પરિવારજનો સાથે પુનઃ મિલાપ કરાવવા માટે સરકાર દ્વારા 'ઓપરેશન મિલાપ' વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત મોરબી તાલુકા પોલીસ દ્વારા 36 લોકોને સફળતાપૂર્વક શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવાયું છે.શોધી કાઢવામાં આવેલા કુલ 36 વ્યક્તિઓમાં 12 સગીર બાળકીઓ/બાળકો, 16 મહિલાઓ અને 8 પુરુષોનો સમાવેશ થાય છે. આ તમામ લોકોને હેમખેમ શોધી કાઢીને તેમના પરિવારજનો સાથે સુખદ મિલાપ કરાવીને મોરબી તાલુકા પોલીસે 'પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે' તે સૂત્રને સાર્થક કરી બતાવ્યું છે. આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ઘેટીયા તેમજ તાલુકા પોલીસ સ્ટેશનના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #OperationMilap #MorbiPolice #MissingPersonsFound #GujaratPolice #MorbiNews #PoliceAction