સુરતથી ઝડપાયેલા આરોપી સામે અગાઉ નોંધાઈ ચૂક્યો છે ગુનોમોરબી અપડેટ : મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના છેત્તરપીંડીના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપીને બી ડિવિઝન પોલીસે સુરતથી ઝડપી પાડ્યો છે. મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાર્ટ ગુ.ર.નં. 1380/2025 બી.એન.એસ. કલમ 318 તથા આઈ.ટી.એક્ટ 2000 ની કલમ 66(D) મુજબના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસતો ફરતો આરોપી અલ્પેશ વિનોદભાઈ ચૌધરી (રહે. સયાન પ્લોટ નં. 224, નિશાલ ફળીયુ, સેખપુષ રોડ, જિ. સુરત) સુરત સેખપુષ રોડ નિશાલ ફળીયુ ખાતે હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફ દ્વારા સુરત ખાતેથી આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.#Morbi #MorbiPolice #BDivisionPolice #CheatingCase #CrimeNews #GujaratPolice #MorbiUpdates