વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન શહેરના ગાયત્રીમંદિર પાસે આવેલ મફતિયાપરામાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (૧) સુરેશભાઇ વશરામભાઇ ગર રહે.ગાયત્રી મંદિર પાસે, વાંકાનેર (૨) મહેશભાઇ ધીરૂભાઇ સંઘાર રહે. રાજકોટ (૩) આકાશભાઇ ઉર્ફે કાનો નારણભાઇ જોગીયાણી રહે.ગાયત્રી મંદિર પાસે મફતીયાપરા, વાંકાનેર (૪) સાગરભાઇ કેશાભાઇ વિકાણી રહે. ગાયત્રી મંદિર પાસે, વાંકાનેર અને આરોપી (૫) લાલો ગોરધનભાઇ જોગીયાણી રહે. કાલિકા પ્લોટ, મોરબીવાળાઓને રોકડા રૂપિયા ૧૦,૨૦૦ સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.