બ્રહ્માકુમારીઝ દ્વારા દેશવ્યાપી 10 કરોડ નશામુક્તિ અભિયાન અંતર્ગત મોરબીમાં વિશેષ આયોજન: 400થી વધુ વિદ્યાર્થીઓએ પ્રતિજ્ઞા લીધીમોરબી અપડેટ: બ્રહ્માકુમારીઝ દ્વારા સમગ્ર દેશમાં ચાલી રહેલા 10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાન અંતર્ગત ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2 ઓગસ્ટના રોજ વિશેષ ઉદબોધન કર્યું હતું. આ અભિયાનના ભાગરૂપે મોરબીની ઓમ શાંતિ વિદ્યાલય ખાતે નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઓમ શાંતિ વિદ્યાલયના સંચાલક ટી. ડી. પટેલની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં આશરે 400 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉત્સાહભેર જોડાયા હતા.આ પ્રસંગે બ્રહ્માકુમારીઝ દ્વારા નશાના શારીરિક, માનસિક, પારિવારિક તથા સામાજિક જીવન પર પડતા દુષ્પ્રભાવો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાજયોગ દ્વારા કઈ રીતે વ્યક્તિ પોતાના જીવનને આત્મનિર્ભર તથા કોઈપણ બંધનોથી મુક્ત બનાવી શકે છે તે વિશે પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમમાં બ્રહ્માકુમારીઝ મોરબીના મુખ્ય સંચાલિકા અલ્કા દીદી, બ્રહ્માકુમારી આયુષીબેન તથા બ્રહ્માકુમારી બંસીબેન દ્વારા રાજયોગ મેડિટેશન અને આધ્યાત્મિક મૂલ્યો દ્વારા વ્યસનમુક્ત તથા તણાવમુક્ત જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.કાર્યક્રમના અંતે શાળાના સંચાલક સહિત તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ નશામુક્તિ જાગૃતિ પ્રતિજ્ઞા લીધી હતી. તેમજ પોતાના જીવનમાં કોઈપણ પ્રકારના નશાથી દૂર રહેવા અને સમાજમાં વ્યસનમુક્તિ અંગે જાગૃતિ ફેલાવી વધુમાં વધુ લોકોને આ અભિયાન સાથે જોડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.#Morbi #MorbiUpdate #MorbiNews #NashamuktiAbhiyan #BrahmaKumaris #OmShantiVidyalaya #DeAddiction #GujaratNews