મામલતદાર કચેરી ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં પડતર પ્રશ્નોના નિકાલ માટે અરજદારોને નિયત નમૂનામાં આધાર-પુરાવા સાથે રજૂઆત કરવા મામલતદારની અપીલટંકારા (મોરબી અપડેટ) : રાજ્યના મુખ્યમંત્રીના ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત લોકોને તેમના પ્રશ્નો માટે ઉચ્ચ કક્ષાએ જવું ન પડે તે માટે તાલુકા કક્ષાએ 'તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજવામાં આવે છે. ટંકારા તાલુકાનો ઓગસ્ટ-2026 માસનો સ્વાગત કાર્યક્રમ આગામી તારીખ 25/08/2026 ના રોજ સવારે 11:00 કલાકે મામલતદાર કચેરી, ટંકારા ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં રજૂ થયેલા પ્રશ્નોને સંબંધિત ખાતાના અધિકારી અને નાયબ કલેકટર સાંભળશે.આ કાર્યક્રમમાં પોતાના પડતર પ્રશ્નો રજૂ કરવા માંગતા અરજદારોએ તારીખ 10 ઓગસ્ટ સુધીમાં ગ્રામ્ય કક્ષાએ તલાટી-કમ-મંત્રીને અથવા તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીએ પોતાની અરજી પહોંચતી કરવાની રહેશે. અરજીના મથાળે 'તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ' લખવાનું ફરજિયાત રહેશે. 10 તારીખ પછી મળેલ અરજીઓ આવતા મહિનાના કાર્યક્રમમાં ધ્યાને લેવાશે.અરજી કરવા માટેના જરૂરી નિયમો અને શરતો* અરજદારે પોતાનો પ્રશ્ન અગાઉ ગ્રામ પંચાયત કે તાલુકા કક્ષાના જવાબદાર અધિકારીને લેખિતમાં રજૂ કરેલ હોવો જોઈએ અને તે પ્રશ્ન અનિર્ણિત હોવો જોઈએ.* અરજી સાથે અગાઉ કરેલી રજૂઆતના આધાર અને મળેલા જવાબની નકલ જોડવાની રહેશે.* અરજીમાં અરજદારનું પૂરું નામ, સરનામું, મોબાઈલ નંબર અને સહી હોવી ફરજિયાત છે.* પ્રશ્ન અરજદારનો પોતાનો જ હોવો જોઈએ, અન્ય વ્યક્તિના પ્રશ્નો ધ્યાને લેવાશે નહીં.* અલગ-અલગ વિષયના પ્રશ્નો માટે અલગ-અલગ અરજી કરવાની રહેશે.* સંદિગ્ધ, અસ્પષ્ટ, એક કરતા વધુ શાખાના પ્રશ્નો, નામ-સરનામા વગરની કે વ્યક્તિગત આક્ષેપોવાળી અરજીઓ સ્વીકારાશે નહીં.* કોર્ટ મેટર, પારિવારિક તકરાર, સરકારી કર્મચારીઓની નોકરીને લગતા પ્રશ્નો, પેન્શન, રહેમરાહે નોકરી, પ્રથમ વખતની અરજી અને કાર્યક્રમમાં રિપીટ થતા પ્રશ્નો ધ્યાને લેવામાં આવશે નહીં.ઉપરોક્ત તમામ બાબતો ધ્યાનમાં રાખીને અરજદારોને પોતાના પ્રશ્નો મોકલવા ટંકારા મામલતદાર પી. એન. ગોર દ્વારા જણાવાયું છે.#Tankara #MorbiUpdate #TalukaSwagatKaryakram #TankaraMamlatdarOffice #GrievanceRedressal #MorbiNews #GujaratGovernment #TankaraNews