મોરબી અપડેટ : મોરબીમાં હાઈવે સહિતના વિવિધ રસ્તાઓ પર દોડતા ઓવરલોડ ડમ્પરો ત્રાસ વધી રહ્યો છે. ઓવરલોડ ચાલતાં ડમ્પરોના કારણે અન્ય વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. મોરબી-રાજકોટ જતા હાઈવે પરથી પસાર થતા ભીની રેતી ભરેલા નંબર પ્લેટ વગરના ઓવરલોડ ડમ્પરમાંથી પાણી રોડ પર પડી રહ્યું હોવાનો વીડિયો સામે આવ્યો છે. સ્થાનિક વાહનચાલકના જણાવ્યા પ્રમાણે મોરબી-રાજકોટ હાઈવે પર પસાર થઈ રહેલા ભીની રેતી ભરેલા ડમ્પરમાંથી મોટા પ્રમાણમાં પાણી રસ્તા પર ટપકી રહ્યું છે. વાહનચાલકોની ફરિયાદ છે કે જ્યારે આવા ડમ્પરો હાઈવે પરથી પસાર થાય છે, ત્યારે તેમાંથી પડતા પાણીના કારણે ડામર પોચો પડી જાય છે અને રસ્તો દબાઈ જવાથી ખાડા પડે છે. આ ઉપરાંત બેલા-પીપળી રોડ પર દોડતા ઓવરલોડ ડમ્પરનો પણ વીડિયો સામે આવ્યો છે. જેમાં માટી ભરેલા ડમ્પર પર ઉપર કોઈ કપડું ન ઢાંક્યું હોય ડમ્પરમાંથી ધૂળ ઉડી રહી છે. જેના કારણે અન્ય વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આવા ડમ્પર ચાલકો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.#MorbiUpdate #MorbiNews #MorbiRajkotHighway #RoadDamage #SandDumpers #TrafficIssue #Morbi #GujaratRoads