ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત: શહેરના 8 જેટલા મુખ્ય વોકળાઓ બુરાઈ ગયા હોવાનો દાવો, દબાણો નહીં હટે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકીમોરબી અપડેટ : મોરબી શહેરમાં સામાન્ય વરસાદમાં પણ ઠેર-ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. જેના કારણે રસ્તાઓ ધોવાઈ જાય છે, ગટરો ઉભરાય છે અને રોગચાળો ફેલાવવાનો ભય રહે છે. ત્યારે આ જળબંબાકારની સમસ્યાના કાયમી ઉકેલ માટે મોરબીના કુદરતી વોકળાઓ પર ખડકાયેલા દબાણો સત્વરે દૂર કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે.ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશન, ગુજરાત પ્રદેશના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને એક પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, મોરબી શહેરમાં વરસાદી પાણીના કુદરતી નિકાલ માટેના જે પ્રાચીન વોકળાઓ હતા તે હાલમાં બુરાઈ ગયા છે અથવા તેના પર મોટાપાયે દબાણો થઈ ગયા છે. પાણીના નિકાલના અભાવે પ્રજાના ટેક્સના પરસેવાના પૈસાથી બનેલા રોડ-રસ્તાઓને ભારે નુકસાન થાય છે અને સરકારી તિજોરી પર બોજ પડે છે. આ દબાણો તાત્કાલિક દૂર કરી વોકળાઓ ખુલ્લા કરવા અથવા કોઈ યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે.રજૂઆતમાં દર્શાવેલા દબાણગ્રસ્ત વોકળાઓની યાદી* ઉમિયા સર્કલ, હાઉસિંગ બોર્ડ, નવા બસસ્ટેશનથી રામચોક સુધીનો વોકળો જે બુરાઈ ગયેલ છે અને દબાણો થયેલ છે.* હીરાસરીના મારગથી એવન્યુ પાર્ક સુધીનો વોકળો.* રવાપર ગામથી નરસંગ ટેકરી થઈને એવન્યુ પાર્ક સુધીનો વોકળો.* એસ.પી. રોડથી વિજય નગર થઈને આલાપની સામેથી વજેપર તરફ જતો વોકળો.* રામ ચોકથી વાઘપર થઈ મચ્છુ નદીમાં મળતો વોકળો.* સાવસર પ્લોટથી માધાપર થઈને નવી રેલ્વે કોલોની તરફ જતો વોકળો.* શનાળા ગામ તથા સથવારાની વાડી વિસ્તારમાંથી નીકળતો ધુતારીનો વોકળો.* પોલીસ લાઈન, લખધીર વાસ, નગર દરવાજો થઈને મચ્છુ નદીને મળતો વોકળો.આ મુખ્ય વોકળાઓ ઉપરાંત વીસીપરા, મહેન્દ્રનગર અને ત્રાજપર ગામ વિસ્તારમાં પણ દબાણો દૂર કરી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માંગ ઉઠાવવામાં આવી છે. અરજદારે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે, જો આ મામલે તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.#Morbi #MorbiUpdate #WaterLogging #EncroachmentIssue #Monsoon2026 #CMOGujarat #MorbiMunicipalCorporation #PublicIssue #GujaratNews