છેલ્લા બે વર્ષથી સમસ્યા હોવાની ફરિયાદમોરબી અપડેટ: મોરબીમાં એલ.ઈ. કોલેજમાં આવેલી બોય્ઝ હોસ્ટેલની ટાંકીમાંથી પાણી છલકાઈને નીચે પડે છે અને આ પાણી નીચે ભરાયેલું રહેતું હોવાથી લોકોને અવર-જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રજૂઆત કરનારના જણાવ્યા પ્રમાણે એલઈ કોલેજમાં આવેલી બોય્ઝ હોસ્ટેલની પાણીની ટાંકી સંપૂર્ણ ભરાઈ જતાં વધારાનું પાણી નીચે સુધી પડે છે અને તેના કારણે પાણીના વહેણ ભરાય જાય છે.છેલ્લા બે વર્ષથી બોય્ઝ હોસ્ટેલની ટાંકી છલકાઈને તેનું પાણી નીચે આવી રહ્યું છે. આ અંગે સ્થાનિક કોર્પોરેટર અને કોલેજ સત્તાધિશોને જાણ કરવામાં આવી છે તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પાણી સતત વહેતું હોવાને કારણે રસ્તો લપસણો બની ગયો છે. જેના લીધે અહીથી પસાર થતા બાઈકચાલકો અચાનક લપસીને પડી જાય છે અને ઈજાગ્રસ્ત થાય છે. આ ઉપરાંત ચાલીને આવતા-જતા રાહદારીઓને પણ હાલાકી પડી રહી છે. તેમજ અકસ્માતનો ભય સતત તોળાયેલો રહે છે. તેથી હોસ્ટેલની ટાંકી છલકાવાની સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી રહી છે.#Morbi #LECollege #MorbiNews #PublicIssues #GujaratNews #WaterLeakage