મોરબી અપડેટ : 5 ઓગસ્ટ ને બુધવારના રોજ જેતપર-પીપળી રોડ પર આવેલ વી ટાઇલ સિરામિક ખાતે સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી એક બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે યોજાયેલા આ સેવાકીય કાર્યમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ 81 રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે જે.પી. દેત્રોજા, અનિલભાઈ પંચોટીયા, રજનીકાંતભાઈ મોરડીયા અને વી ટાઇલ સિરામિકના તમામ યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સુપેરે પાર પાડ્યો હતો.આ સફળ આયોજન બદલ સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને એમ.ડી. રમેશભાઈ માકાસણાએ તમામ આયોજકો, રક્તદાતાઓ અને વી ટાઇલ સિરામિક પરિવારનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને સેવાકીય પ્રવૃત્તિ માટે તમામને અભિનંદન પાઠવ્યા હતા.#Morbi #MorbiUpdate #BloodDonation #BloodDonationCamp #MorbiNews #SocialWork #VTileCeramic #SanskarBloodCenter