જૂના ઘુંટુ રોડ પર સિલ્વર પાર્ક સોસાયટી પાસેથી ધ્રાંગધ્રાના શખ્સ અબ્જલ માણેકને ઝડપી લેતી પોલીસ ટીમમોરબી અપડેટ : મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં એક વર્ષથી ફરાર ધાંગધ્રાના આરોપી અબ્જલ માણેકને પોલીસે ઝડપી પાડ્યો છે. મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાના કામમાં છેલ્લા 1 વર્ષથી નાસતો ફરતો આરોપી અબ્જલ ઉર્ફે અજુ જુમાભાઈ માણેક (રહે. ગામ. ધ્રાંગધ્રા મોચીવાડ હરીપર રોડ, તા. ધ્રાંગધ્રા, જિ. સુરેન્દ્રનગર) મોરબીના જૂના ઘુંટુ રોડ પર સિલ્વર પાર્ક સોસાયટીના નાકા પાસે હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે દરોડો પાડીને પોલીસે ફરાર આરોપીને ઝડપી લીધો હતો. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી.સરવૈયા તથા મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #MorbiPolice #ProhibitionCase #AbscondingAccused #BDivisionPolice #MorbiNews #GujaratPolice