સાંસદો અને ધારાસભ્યો સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં લોકપ્રશ્નો તેમજ વિકાસલક્ષી કામોની સર્વગ્રાહી સમીક્ષા કરાશેમોરબી અપડેટ: મોરબી જિલ્લાના વહીવટી કાર્યમાં વેગ લાવવા અને લોકપ્રશ્નોના ત્વરિત નિરાકરણ લાવવાના હેતુથી આગામી તારીખ 21 ઓગસ્ટ, 2026 ના રોજ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક યોજાનાર છે. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળનારી આ બેઠકમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ પર જરૂરી સમીક્ષા હાથ ધરવામાં આવશે.આ બેઠકમાં સાંસદો અને ધારાસભ્યો સહિતના પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા લોકપ્રશ્નો અને તેના ઉકેલ માટે થયેલી કાર્યવાહીની ચર્ચા-વિચારણા કરવામાં આવશે તથા જિલ્લાના વિકાસલક્ષી કામોની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરવામાં આવશે.#Morbi #MorbiUpdate #DistrictCoordination #MorbiCollector #DevelopmentWorks #MorbiNews #GujaratNews