અત્યાર સુધીના 59 કેમ્પમાં કુલ 16419 લોકોનું થયું સચોટ નિદાન: સ્વ. રણછોડભાઈ કૈલા પરિવારના સહયોગથી યોજાયો સફળ કેમ્પમોરબી અપડેટ : શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબીના સંયુક્ત ઉપક્રમે દર મહિનાની 4 તારીખે શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ ધામ ખાતે સર્વજ્ઞાતિય નિઃશુલ્ક નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત ગત તારીખ 4 ઓગસ્ટ 2026 ના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન આ કેમ્પ યોજાયો હતો.આ કેમ્પમાં મોરબી અને આસપાસના વિસ્તારમાંથી આવેલા 260 દર્દીઓએ આંખની તપાસનો લાભ લીધો હતો. તે ઉપરાંત 112 લોકોના નિઃશુલ્ક નેત્રમણી ઓપરેશન માટે તેમને રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા. કેમ્પમાં રાજકોટ હોસ્પિટલના ડૉ. બળવંતભાઈ, ડૉ. અલ્કેશભાઈ ખેરડીયા, ડૉ. કાનજીભાઈ, ડૉ. સુદામા તેમજ હેમુભાઈ પરમાર, આદમભાઈ અને નિલેશભાઈ રાઠોડ દ્વારા દર્દીઓની આંખની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરના સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ સાથે નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવે છે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તેમજ રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા અને ટીપાં વગેરે તમામ સુવિધાઓ સંસ્થા દ્વારા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે.પ્રવર્તમાન માસનો આ કેમ્પ સ્વ. રણછોડભાઈ જીવરાજભાઈ કૈલા (હ. રવજીભાઈ કૈલા-ઘુંટુ) પરિવારના આર્થિક સહયોગથી યોજવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ ધામ ખાતે અત્યાર સુધીમાં યોજાયેલા કુલ 59 કેમ્પમાં કુલ 16419 લોકોએ નિદાનનો લાભ લીધો છે તેમજ કુલ 7401 લોકોના સફળ નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા છે.આ કેમ્પને સફળ બનાવવા ગિરીશભાઈ ઘેલાણી, ભાવિનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, હસુભાઈ પુજારા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ, અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, હીતેશ જાની, જીજ્ઞેશભાઈ પોપટ, નરેન્દ્રભાઈ રાચ્છ, જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, રમણીકલાલ ચંડીભમર, સી.ડી. રામાવત, નીરવભાઈ હાલાણી, પારસભાઈ ચગ, કિશોરભાઈ ચંડીભમર, કૌશલભાઈ જાની, મુકુંદભાઈ મીરાણી, નરેન્દ્રભાઈ પાઉ, કિશોરભાઈ ઘેલાણી, અશોકભાઈ જોશી, દિનેશભાઈ સોલંકી, નરશીભાઈ રાઠોડ તેમજ શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ ધામ મહિલા મંડળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. કેમ્પનો લાભ લેવા માટે કોઈ એડવાન્સ બુકિંગની આવશ્યતા નથી, પરંતુ તપાસ માટે દર્દીએ પોતાનું ઓળખકાર્ડ સાથે રાખવાનું અનિવાર્ય છે તેમ સંસ્થાના પ્રમુખ નિર્મિત કક્કડની યાદીમાં જણાવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #JalaramDham #EyeCamp #NetramaniCamp #MorbiNews #SocialService #GujaratNews