કલેક્ટરની વાંકાનેર મુલાકાત અને સૂચનાઓ છતાં પ્રશ્ન હલ ન થતા પાલિકાના સભ્યો અને કોંગ્રેસ આગેવાનોએ લેખિત રજૂઆત કરી સત્વરે કામગીરી શરૂ કરવા કરી માંગવાંકાનેર (મોરબી અપડેટ) : વાંકાનેર શહેરમાં રાજકોટ જવા માટેના માર્ગ પર આવતો દાણાપીઠ ચોકથી વિવેકાનંદ સ્ટેચ્યૂ સુધીનો રસ્તો ઘણા લાંબા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં છે. આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં નક્કર કામગીરી ન થતા આજે તારીખ 04/08/2026 ના રોજ વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નં. 4 ના સભ્યો દ્વારા વાંકાનેર નાયબ કલેક્ટરને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે.રજુઆતમાં જણાવ્યા મુજબ, આ રસ્તાના પ્રશ્ને અગાઉ અનેકવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવેલ છે. જે રજૂઆતોના અનુસંધાને વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય, વાંકાનેર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને વોર્ડ નં. 4 ના સભ્યો દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને પણ આ રસ્તા અંગે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ કલેક્ટરે વાંકાનેરની મુલાકાત લીધી હતી અને આ રસ્તા અંગે નગરપાલિકાના મુખ્ય અધિકારીને રૂબરૂ સૂચનાઓ આપી હતી.કલેક્ટરે આ મામલે ઇન્ચાર્જ પ્રાંત અધિકારીને રૂબરૂ મળવાનું જણાવેલ હોવાથી, આજે આ લેખિત રજૂઆત કરીને રસ્તાના પ્રશ્ને તાત્કાલિક ઘટતું કરવા માંગ ઉઠાવવામાં આવી છે. વોર્ડ નં. 4 ના સભ્યો મહંમદભાઈ રાઠોડ, અશરફભાઈ ચૌહાણ, એકતાબેન ઝાલા, અફસાનાબેન પીપરવાડીયા તેમજ વાંકાનેર શહેર યુથ કોંગ્રેસના આગેવાનો દ્વારા આ રજુઆત કરવામાં આવી છે.#Wankaner #WankanerNews #MorbiUpdate #RoadIssue #PublicProblem #MorbiDistrict #WankanerNagarpalika #GujaratNews