વાઘપરા સ્થિત સતવારા જ્ઞાતિ વાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 50 થી વધુ દુર્ગાઓ અને 70 બહેનો-માતાઓએ લીધો ઉત્સાહભેર ભાગમોરબી અપડેટ : મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની / માતૃશક્તિ જિલ્લા દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે વાઘપરા વિસ્તારમાં આવેલી સતવારા જ્ઞાતિ વાડી ખાતે હિન્દુ પરંપરા અનુસાર જાગરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પરંપરાગત રાસ-ગરબા તેમજ ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપતી વિવિધ સ્પર્ધાત્મક રમત-ગમતોનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં 50 થી વધુ દુર્ગાઓ તેમજ અંદાજે 70 બહેનો અને માતાઓએ ઉત્સાહભેર ઉપસ્થિતિ નોંધાવી હતી.સ્પર્ધાત્મક રમતોમાં વિજેતા બનેલી બહેનોને પ્રોત્સાહનરૂપે ઇનામો અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન દુર્ગાવાહિની દ્વારા સમાજ, સંસ્કૃતિ, સેવા અને સંગઠન ક્ષેત્રે કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે બૌદ્ધિક સત્ર પણ યોજાયું હતું, જેમાં ઉપસ્થિત બહેનોને સંગઠનના કાર્ય તથા ધ્યેયથી અવગત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ હર્ષોલ્લાસ, ધાર્મિક ભાવના અને સાંસ્કૃતિક વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.#Morbi #MorbiUpdate #VHP #Durgavahini #Matrushakti #JayaParvatiVrat #MorbiNews #CulturalEvent #Gujarat