ઇન્ચાર્જ ગ્રામ્ય મામલતદાર એસ.વી.ત્રાંબડીયાની કલેક્ટર કચેરી ખાતે બદલી થતાં શહેર મામલતદાર પી.જી.ગોરવીયાળાને ગ્રામ્યનો વધારાનો હવાલો સોંપતો કલેક્ટર સ્વપ્નિલ ખરેનો આદેશમોરબી અપડેટ : મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા વહીવટી તંત્રમાં ફેરફાર કરતા વધુ એક આદેશ જારી કરવામાં આવ્યો છે. કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી દ્વારા તારીખ 03/08/2026 ના રોજ બહાર પાડવામાં આવેલા હુકમ મુજબ, મોરબી ઇન્ચાર્જ ગ્રામ્ય મામલતદારની બદલી કરવામાં આવી છે અને તેમનો ચાર્જ શહેર મામલતદારને સોંપવામાં આવ્યો છે.મોરબી (ગ્રામ્ય) મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા નાયબ મામલતદાર (ચોમાસુ-2026) અને ઇન્ચાર્જ મામલતદાર એસ.વી.ત્રાંબડીયાની બદલી કરીને તેમની નિમણૂક મોરબી કલેક્ટર કચેરી ખાતે નાયબ મામલતદાર તરીકે કરવામાં આવી છે.એસ.વી.ત્રાંબડીયાની બદલી થતાં તેઓ હસ્તકનો મોરબી (ગ્રામ્ય) મામલતદારનો વધારાનો હવાલો મોરબી (શહેર) ના મામલતદાર પી.જી.ગોરવીયાળાને સોંપવામાં આવ્યો છે. પી.જી.ગોરવીયાળાને તેમની મૂળ ફરજ ઉપરાંત આ વધારાનો ચાર્જ સોંપવાનો હુકમ કરવામાં આવ્યો છે અને આ આદેશનો તાત્કાલિક અસરથી અમલ કરવાનો રહેશે.#Morbi #MorbiUpdate #MamlatdarTransfer #CollectorMorbi #SwapnilKhare #MorbiRural #MorbiCity #GujaratAdministration #LocalNews