ગઈકાલે જમ્પર અને આજે TC બદલવાના નામે કલાકો સુધી વીજ કાપ, વેપારીઓનો ધંધો ચોપટમોરબી અપડેટ: મોરબીના ઔદ્યોગિક વિસ્તાર એવા લાતી પ્લોટમાં નગરપાલિકા અને વીજ કંપની (PGVCL)ની નબળી કામગીરીને કારણે વેપારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અવારનવાર થતા વીજ કાપને કારણે નાના-મોટા ધંધા રોજગારને માઠી અસર પહોંચી રહી છે અને તંત્રની કામગીરી 'રામ ભરોસે' ચાલી રહી હોય તેવો ઘાટ સર્જાયો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, લાતી પ્લોટ વિસ્તારમાં ગઈકાલે જમ્પર ઉડી જવાના કારણે અડધો દિવસ વીજળી ગુલ રહી હતી. ત્યારબાદ આજે ફરીથી અચાનક વીજ કાપ લાદવામાં આવતા વેપારીઓ રોષે ભરાયા હતા. આ અંગે વીજ કંપનીના અધિકારીનું કહેવું છે હતું કે લાતી પ્લોટ વિસ્તારમાં 2 અને 3 નંબરના વિસ્તારને અસર કરતા 11KV ફીડરનું TC (ટ્રાન્સફોર્મર) ખરાબ હોવાથી તેને બદલવાની કામગીરી ચાલુ હતી. જેના કારણે આખું મોરબી નગર ફીડર બંધ કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં અંદાજે 1.5 થી 2 કલાકનો સમય લાગશે તેમ જણાવવામાં આવ્યું હતું.વેપારીઓની વેદના છે કે એક દિવસ જમ્પર અને બીજા દિવસે TC બદલવાના નામે અડધો-અડધો દિવસ લાઈટ ન રહે તો રોજગાર કઈ રીતે કરવો? સતત 2 દિવસથી વેપાર-ધંધાને મોટું નુકસાન થઈ રહ્યું છે અને મજૂરો પણ બેસી રહેવા મજબૂર બન્યા છે. જોકે, વીજ અધિકારીએ વેપારીઓને ખાતરી આપી છે કે જો કોઈ નવી ખામી (જમ્પર કે TC ની) નહિ સર્જાય તો આવતીકાલે બુધવારે કોઈ વીજ કાપ રહેશે નહિ. તંત્ર દ્વારા યોગ્ય મેન્ટેનન્સ કરી વીજળીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી વેપારી વર્ગમાં પ્રબળ માંગ ઉઠી છે.#Morbi #MorbiNews #MorbiUpdate #LatiPlot #PowerCut #PGVCL #MorbiBusiness #GujaratNews