કામદારોનો પૂર્વ ઈતિહાસ અને નાગરિકતા વેરીફાઈ કરાવવી ફરજિયાત: સિટીઝન પોર્ટલ કે એપ પર રજીસ્ટ્રેશન કરવા આદેશમોરબી: મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તથા આંતરિક સલામતીના ભાગરૂપે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ જિલ્લામાં તમામ કારખાનેદારો, મકાન બાંધકામ બિલ્ડર્સ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ખેતી તેમજ અન્ય ફેક્ટરીઓ અને વેપાર-ધંધા સાથે સંકળાયેલા માલિકો કે મેનેજમેન્ટે તેમના યુનિટમાં કામ કરતા પરપ્રાંતીય કારીગરો અને શ્રમિકોની વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનમાં સબમિટ કરવાની રહેશે.જાહેરનામાની મુખ્ય વિગતો નીચે મુજબ છે: • 7 દિવસમાં માહિતી આપવી: યુનિટમાં કામ કરતા કાયમી, હંગામી કે કોન્ટ્રાક્ટના પરપ્રાંતીય કર્મચારીઓ, કારીગરો, મજૂરો, ભાગિયા, ઘરઘાટી, ચોકીદાર તેમજ મકાન ભાડે રાખનાર પરપ્રાંતીય વ્યક્તિઓની સંપૂર્ણ માહિતી આ જાહેરનામું પ્રસિદ્ધ થયાના 7 દિવસમાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે. • પૂર્વ ઈતિહાસ અને નાગરિકતાની ચકાસણી: કામે રાખેલ કે મકાન ભાડે લેનાર વ્યક્તિના ઓળખકાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ કે રેશનકાર્ડ જેવા પુરાવા મેળવી તેમના પૂર્વ ઈતિહાસ અને નાગરિકતા પોલીસ સ્ટેશન ખાતે ફરજિયાત વેરીફાઈ કરાવવાના રહેશે. મકાન ભાડે આપતી વખતે નિયત નમૂનાનું ફોર્મ ભરી જમા કરાવવાનું રહેશે. • ડિજિટલ રજીસ્ટ્રેશન અને એપ્લિકેશન: ઔદ્યોગિક શ્રમિકો સિવાયના ભાડુઆત, ખેત શ્રમિક કે ભાગિયા માટે બાયોડેટા તૈયાર કરી સિટીઝન પોર્ટલ (સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ) પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને તેની એક હાર્ડકોપી 7 દિવસમાં નજીકના પોલીસ સ્ટેશને જમા કરાવવાની રહેશે. આ ઉપરાંત શ્રમિકોની માહિતી સરળતાથી મળી રહે તે માટે http://apps.apple.com/us/app/morbi-assured/id1557232449 (iOS) અથવા http://play.google.com./store/apps/details?id=com.morbi_eye (Android) લિંક પરથી 'Morbi Assured' એપ ઇન્સ્ટોલ કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. • કોને મુક્તિ?: જિલ્લાની સરકારી કે અર્ધસરકારી કચેરીઓ, બોર્ડ, નિગમ, સરકારી સંસ્થાઓ તથા ગ્રાન્ટ-ઇન-એઈડ સંસ્થાના અધિકારીઓ અને કર્મચારીઓને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામું આગામી તારીખ 30/09/2026 સુધી અમલમાં રહેશે. #Morbi #MorbiUpdate #PoliceNotification #MigrantWorkers #MorbiPolice #SafetyGuidelines #MorbiNews #GujaratNews