બિસ્માર માર્ગના કારણે વાહનચાલકોને હાલાકી: અકસ્માત સર્જાય તો જવાબદારી કોની?, લોકોમાં રોષમોરબી: મોરબીથી પીપળીયા ચાર રસ્તા તરફ જતા મુખ્ય માર્ગની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. આ રોડ પર પડેલા મસમોટા ખાડાઓ અને ઉખડેલી કાંકરીના કારણે વાહનચાલકો માટે મુસાફરી કરવી જોખમી સાબિત થઈ રહી છે.મોરબી-પીપળીયા હાઈવે પર ખાડાઓને કારણે દૈનિક આવનજાવન કરતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. રોડની આ દુર્દશાને લઈને સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાહનચાલકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો આ ખાડાઓના કારણે કોઈ ગંભીર અકસ્માત સર્જાય કે કોઈનો જીવ જોખમાય, તો તેની જવાબદારી કોની રહેશે? ત્યારે સબંધિત વિભાગ દ્વારા વહેલી તકે આ માર્ગનું પેચવર્ક કે રિસરફેસિંગ કામ હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.#Morbi #MorbiUpdate #MorbiPipliyaRoad #RoadSafety #Potholes #AdministrativeNegligence #MorbiNews #GujaratRoads