વીજલાઈન મુદ્દે ખેડૂતોની માંગણી મુજબ પરિપત્ર નહીં બને તો 2027ની ચૂંટણીમાં મત માંગવા ન આવવા ગ્રામજનોની ચીમકીમોરબી અપડેટ : મોરબી જિલ્લામાં ખેડૂતો દ્વારા વીજલાઈનના પ્રશ્ને ચાલી રહેલો વિરોધ દિવસેને દિવસે વ્યાપક બની રહ્યો છે. ખેડૂતોની માંગણીઓ ન સંતોષાઈ હોવાના રોષરૂપે જિલ્લાના વધુ 7 ગામોમાં ભાજપ વિરોધી અને પ્રવેશબંધી દર્શાવતા બેનરો લગાવવામાં આવ્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર, માળિયા તાલુકાના ખાખરેચી, ટંકારા તાલુકાના જબલપુર તેમજ મોરબી તાલુકાના ખાખરાળા, અણિયારી, બરવાળા, જેપુર અને ખેવારીયા ગામોમાં ગ્રામજનો દ્વારા બેનરો લગાવાયા છે.આ બેનરોમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વીજલાઈનમાં ખેડૂતોની માંગણી મુજબનો પરિપત્ર બનાવવામાં નહીં આવે તો આગામી 2027ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારે કે નેતાઓએ આ ગામોમાં પ્રચાર કે મત માંગવા માટે આવવું નહીં. ખેડૂતોમાં પ્રવર્તેલા ભારે રોષના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય માહોલ ગરમાયો છે.#Morbi #MorbiUpdate #FarmerProtest #Piludi #Khakharala #Aniyari #Barvala #Jepur #Khevariya #Jabalpur #VidhanSabha2027 #GujaratFarmers #MorbiNews