વેપારી સહિતના પાંચ લોકોએ યુવકના પરિવાર સાથે વ્યવહાર ન હોય દુકાને નહિ આવવા જણાવી હુમલો કર્યોવાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે કરીયાણાની દુકાને કરિયાણું લેવા ગયેલા યુવકને દુકાનદાર તેમજ તેના પરિવારમાં પાંચ સભ્યોએ અમારી સાથે તમારે વ્યવહાર ન હોય દુકાને વસ્તુ લેવા આવવાની ના પાડી દઈ લાકડાના ધોકા વડે બેફામ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા ભરતભાઇ ઉર્ફે કાળુભાઈ પ્રેમજીભાઈ ઉર્ફે વીપલભાઈ વોરા ઉ.24 ગત તા.2ના રોજ સાંજના સમયે આરોપી રવજીભાઈ મેઘજીભાઈ વોરાની દુકાને કરિયાણું લેવા ગયા હતા.આ સમયે આરોપી વેપારી રવજીભાઈએ ભરતભાઈને કહ્યું હતું કે, તમારે અમારી સાથે વ્યવહાર ન હોય અમારી દુકાને ન આવવું કહી ઝઘડો કરવાનું શરૂ કર્યું હતું.બાદમાં આરોપી રવજીભાઈ મેઘજીભાઈ વોરા, કાંતિભાઈ વોરા,દિલીપ રવજીભાઈ વોરા, ઉપેન્દ્ર રવજીભાઈ વોરા અને સુરેશ જેઠાભાઇ વોરાએ એક સંપ કરી વારાફરતી પાઇપ અને ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ભરતભાઇ વોરાની ફરિયાદના આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.