હળવદ (મોરબી અપડેટ) : હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાં, બળદેવભાઈ પરમારની વાડીએ જવાના રસ્તા પર જાહેરમાં જુગાર 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે રેડ કરીને જુગાર રમી રહેલા કુલ 3 આરોપીઓને રોકડ રૂ. 29,800 ના મુદામાલ સાથે ઝડપી પડ્યા હતા. જેના વિરુધ્ધ હળવદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.ઝડપાયેલા આરોપીઓ • બળદેવભાઈ ગણેશભાઈ પરમાર (રહે. નવા માલણીયાદ, તા. હળવદ, જિ. મોરબી) • સુરેશભાઈ વિનોદભાઈ પરમાર (રહે. નવા માલણીયાદ, તા. હળવદ, જિ. મોરબી) • દયારામભાઈ બાબુભાઈ ધામેચા (રહે. ગોપાલગઢ, તા. ધ્રાંગધ્રા, જિ. સુરેન્દ્રનગર)#Morbi #MorbiUpdate #Halvad #Malniyad #GamblingRaid #GujaratPolice #HalvadPolice #MorbiNews