મોરબી : મોરબી શહેરની સિવિલ હોસ્પિટલમાં આવેલ લેબોરેટરના ઓટલા પાસે ગઈકાલે સાંજના સમયે જયેશભાઇ રસીકલાલ જાદવ,ઉ.૫૫ રહે. કબીર ટેકરી, મોરબીવાળાઓનું કોઈ કારણોસર મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.