મોરબી: મોરબીના વ્યસ્ત ગણાતા તખ્તસિંહજી રોડ પર આવેલ નવયુગ ગારમેન્ટ્સ પાસે અત્યારે સાંજના સમયે ભારે ટ્રાફિકજામ થયો છે. અચાનક સર્જાયેલા આ ટ્રાફિકજામના કારણે રોડ પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે. ટ્રાફિકની આ વિકટ પરિસ્થિતિને કારણે વાહનચાલકો લાંબા સમય સુધી ટ્રાફિકમાં અટવાયા છે. જેને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી પડી રહી છે. #Morbi #MorbiUpdate #TakhtsinhjiRoad #TrafficJam #MorbiTraffic #TrafficIssue #MorbiNews