છેલ્લા 2 દિવસથી કૂવામાં દરિયાની જેમ પાણીના મોજા ઉછળી રહ્યા છે, આસપાસ ભરાયેલું પાણી સામાન્ય રહેતા લોકોમાં આશ્ચર્યઆ ઘટનાનો વિડીયો જોવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરોhttps://youtube.com/shorts/5gekAKwSbq8?si=tAEwkAQyiqJH8ShEમોરબી અપડેટ : મોરબી તાલુકાના વીરપરડા ગામમાં એક ખેતરના કૂવામાં છેલ્લા 2 દિવસથી એક વિચિત્ર અને આશ્ચર્યજનક ઘટના જોવા મળી રહી છે. સામાન્ય રીતે કૂવાનું પાણી સ્થિર હોય છે, પરંતુ વીરપરડા ગામના આ કૂવામાં પાણી આપમેળે જ હાલક-ડોલક થઈ રહ્યું છે. જમીનની અંદર જાણે દરિયામાં મોજા આવતા હોય તે પ્રકારનાં દ્રશ્યો સર્જાતા સ્થાનિક લોકોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટના વીરપરડા ગામમાં રોડ પર આવેલી એક વાડીમાં બની છે. જીતુભાઈ સાદરિયાના જણાવ્યા અનુસાર આ વાડીના માલિક પ્રાણજીવનભાઈ લીંબાભાઈ સાદરિયા છે. છેલ્લા 2 દિવસથી સતત કૂવાનું પાણી આ રીતે હલી રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે આસપાસના અન્ય કોઈ ખેતરના કૂવામાં આવું કોઈ હલનચલન જોવા મળ્યું નથી. માત્ર એક જ કૂવામાં પાણીનું સ્તર આ રીતે હાલક-ડોલક થઈ રહ્યું હોવાથી આ ઘટના વધુ રહસ્યમય બની છે. આ ઘટના અંગે પર્યાવરણવીદ અને નિવૃત ફોરેસ્ટ ઓફિસર એવા નવરંગ નેચર કલબના વી.ડી. બાલાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે તેઓએ આજ સુધી આવી કોઈ ઘટના ક્યારેય જોઈ નથી. આ કુદરતનો એક અનોખો કરિશ્મા છે. આની પાછળનું કારણ રહસ્યમય છે.જો કે આ મામલે મોરબી ગ્રામ્ય મામલતદાર સાગર ત્રાંબડીયાએ દાવો કર્યો છે કે આ સામાન્ય બાબત છે. નીચેથી પાણી આવતું હોવાથી આવું બની શકે છે. #Morbi #MorbiUpdate #MorbiNews #Virparda #NatureMiracle #GujaratNews #ViralNews #GujaratiNews