રસ્તા પર અડીંગો જમાવીને ફરતા ઢોરને કારણે વાહનચાલકો પરેશાન: તંત્ર તાત્કાલિક પગલાં લે તેવી માંગમોરબી અપડેટ : મોરબી શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દિવસે ને દિવસે વિકટ બની રહી છે. ત્યારે મોરબીના લીલાપર કેનાલ રોડ પર એસપી રોડના ખૂણા પાસે રખડતા ઢોરનો ખૂબ જ ત્રાસ હોવાની વ્યાપક ફરિયાદો રાહદારીઓ અને સ્થાનિકોમાં ઉઠી છે.રખડતા ઢોરના કારણે રસ્તા પરથી પસાર થતા કાર અને બાઈક ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનોની વચ્ચેથી અચાનક પસાર થતા આ ઢોરને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે અને ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય કે કોઈ નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાય તે પહેલાં સ્થાનિક તંત્ર દ્વારા ઢોર પકડવા માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવે અને લોકોને આ રોજિંદા ત્રાસમાંથી વહેલી તકે મુક્તિ અપાવવામાં આવે તેવી પ્રબળ લોકમાગ ઉઠી છે.#MorbiUpdate #MorbiNews #StrayCattle #TrafficIssue #LilaparCanalRoad #SPRoad #Morbi #PublicSafety