થાનગઢ ખાતે યોજાયેલ બેઠકમાં સંગઠનને મજબૂત કરવા હોદ્દેદારોની જાહેરાત કરાઈ: નવનિયુક્ત કાર્યકર્તાઓને અભિનંદન પાઠવાયામોરબી અપડેટ : વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની દ્વિદિવસીય બેઠક તા. 1 ઑગસ્ટથી 2 ઑગસ્ટ દરમિયાન જોગધ્યાનપુરા આશ્રમ, થાનગઢ ખાતે યોજાઈ હતી. આ બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ જવાબદારીઓની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે.નવનિયુક્ત કાર્યકર્તાઓ અને તેમની જવાબદારીઓ• આશિષસિંહ અનોપસિંહ જાડેજા (મોરબી): વિહિપ-બજરંગદળ સુરેન્દ્રનગર વિભાગ સહ સંયોજક• તેજલબેન યશવંતભાઈ કંજારિયા: વિહિપ-દુર્ગાવાહિની સુરેન્દ્રનગર વિભાગ સંયોજીકા• પરેશભાઈ મુગટલાલ રાવલ (હળવદ પ્રખંડ): વિહિપ મોરબી જિલ્લા મંત્રી• દેવાંગીબેન નરેશભાઈ વ્યાસ (મોરબી): વિહિપ-દુર્ગાવાહિની મોરબી જિલ્લા સહ સંયોજીકા• માનસીબેન જયેશભાઈ સોલંકી (ટંકારા પ્રખંડ): વિહિપ-દુર્ગાવાહિની મોરબી જિલ્લા સહ સંયોજીકાવિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લા પરિવાર દ્વારા તમામ નવનિયુક્ત જવાબદાર કાર્યકર્તાઓને હાર્દિક શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. સંગઠને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તમામ કાર્યકર્તાઓ પોતાના નવા દાયિત્વનું સમર્પણ, નિષ્ઠા અને સેવાભાવથી સફળતાપૂર્વક નિર્વહન કરીને સંગઠનને વધુ સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.#Morbi #MorbiUpdate #VHP #VishwaHinduParishad #BajrangDal #DurgaVahini #Thangadh #Halvad #Tankara #MorbiNews