લજાઈ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાની સ્વનિર્ભર શાળાઓના 177 જેટલા પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને શિલ્ડ અને સન્માનપત્ર એનાયત કરાયામોરબી અપડેટ : સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ મોરબી જિલ્લા દ્વારા જિલ્લાની સ્વનિર્ભર શાળાઓના ધોરણ 10 અને 12 (સાયન્સ, કોમર્સ અને આર્ટસ પ્રવાહ) ના પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લાના શૈક્ષણિક ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આજરોજ 3 ઓગસ્ટ ને સોમવારના રોજ લજાઈના ઉમા સંસ્કારધામ યુનિટ-1 ખાતે સાંજે 3 થી 6 વાગ્યા દરમિયાન આ વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સાયન્સ, કોમર્સ અને આર્ટસ પ્રવાહના ધોરણ 10 અને 12 ના કુલ 177 વિદ્યાર્થીઓને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ સન્માનપત્ર અને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ગૌરવપૂર્ણ ક્ષણના સાક્ષી બનવા માટે વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને તમામ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સંચાલકો સહિત અંદાજિત 550 જેટલી વ્યક્તિઓ સમારોહમાં ઉપસ્થિત રહી હતી.આ તકે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ગુજરાત રાજ્યના અધ્યક્ષ ભરતભાઈ ગાજીપરા તથા રાજ્ય પ્રમુખ જતીનભાઈ ભરાડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગદર્શન પૂરું પાડીને પ્રેરણાદાયી ઉદબોધન આપ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત ઉદબોધન મનોજભાઈ ઓગાણજાએ કર્યું હતું, જ્યારે આભારવિધિ મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ નિલેશભાઈ કુંડારીયા દ્વારા કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અને દીપાવવા માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની દરેક શાળાઓ અને જિલ્લા તેમજ તાલુકાના કારોબારી મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી. મંડળના પ્રમુખ નિલેશભાઈ કુંડારીયા, મંત્રી હર્ષદભાઈ કાવર તથા ઉપપ્રમુખ બળદેવભાઈ સરસાવાડીયા અને દિલીપભાઈ ગઢીયા દ્વારા આ કાર્યક્રમનું સુંદર આયોજન અને સંકલન કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત, નીલકંઠ વિદ્યાલયની ધોરણ 12 ની વિદ્યાર્થીની બહેનોએ મધુર અવાજમાં સ્વાગત ગીત રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. જ્યારે જ્ઞાનદીપ વિદ્યાલય- હડમતીયાની બહેનોએ સ્વયંસેવક તરીકે ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી. તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરતો આ સમગ્ર કાર્યક્રમ અત્યંત પ્રેરણાદાયી અને ઉત્સાહપ્રેરક રહ્યો હતો.#MorbiUpdate #MorbiNews #Morbi #EducationNews #StudentFelicitation #SelfFinancedSchools #Lajai #BrightStudents #BoardExamToppers