જન્મ મરણ વિભાગ, સિટી સિવિક સેન્ટર અને રેન બસેરાના સ્ટાફ દ્વારા કરાયું આયોજનમોરબી: મોરબી મહાનગરપાલિકામાં જન્મ મરણ વિભાગના સબ રજીસ્ટ્રાર, ટાઈમ કીપર તેમજ રજીસ્ટ્રી શાખાના શાખા અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળતા મહેશભાઈ મહેતા તારીખ 31/07/2026 ના રોજ વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા છે. આ પ્રસંગે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વિદાય સમારંભમાં જન્મ મરણ વિભાગના કર્મચારીઓ, સીટી સિવિક સેન્ટરના કર્મચારીઓ, રેન બસેરાના કર્મચારીઓ તેમજ વિવિધ શાખાના નિવૃત્ત તથા સંબંધિત કર્મચારીઓ અને મિત્ર વર્તુળ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌ સહકર્મચારીઓ અને સ્નેહીઓએ મહેશભાઈ મહેતા દ્વારા પાલિકામાં આપવામાં આવેલી સરકારી સેવાઓ અને તેમની કામગીરીની સરાહના કરી હતી. #Morbi #MorbiUpdate #MorbiNews #MorbiMunicipalCorporation #MorbiCivic #Farewell